ગાંધીધામ, તા. 7 : ગાંધીધામમાં અગ્રવાલ સમાજ, અગ્રવાલ યુવા સંઘ અને અગ્રવાલ મહિલા સંગઠનના
સંયુક્ત ઉપક્રમે આનંદ, ફિટનેશ અને ઉત્સવના સંગમ સમાન `સ્ટ્રીટ ફેસ્ટિવલ 3.0 અને વોકાથોન'નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં 400 લોકોએ ભાગ
લીધો હતો. શહેરના રોટરી ફોરેસ્ટમાં સવારે 5.30 વાગ્યાથી શરૂ થયેલા આ અનોખા મહોત્સવમાં યુવાનો, વડીલો જોડાયા હતા. કાર્યક્રમમાં ગાંધીધામના
મેયર દિવ્યા નાથાણી, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસ શેઠ,
સુરેશ ધૂવા, મીનુ ગોયલ, સમીર
ગર્ગ, દેવેન્દ્ર ગોયલ, કિરણ ગોયલ અને સુરેશ ગુપ્તા દ્વારા દીપ પ્રાગટય કરી વોકાથોનને
લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. સ્વેચ્છાએ જોડાયેલા મોટાભાગના નાગરિકો નિયત કરાયેલા
બ્લેક ટી-શર્ટ અને ટ્રેકના ડ્રેસકોડમાં સજ્જ થઈને આવ્યા હોવાથી રોટરી ફોરેસ્ટનો નજારો
આકર્ષક બની રહ્યો હતો. કાર્યક્રમના આકર્ષણ સમાન વોકાથોન સ્પર્ધા કુલ ચાર અલગ-અલગ કેટેગરીમાં
યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનારા
તમામ વિજેતાઓ સાથે આયોજિત મનોરંજક રમતો, કરાટે અને યોગા સ્પર્ધામાં
શ્રેષ્ઠ દેખાવ કરનારા વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ આયોજનના મુખ્ય
પ્રાયોજક તરીકે એસઆરજી પ્લાય એન્ડ બોર્ડ્સ તેમજ સહ-પ્રાયોજક તરીકે રૂદ્રાક્ષ ગ્રુપ,
શાહ ગ્રુપ અને સાંવરિયા ગ્રુપે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પ્રોજેક્ટ
કન્વીનર્સ આનંદ અગ્રવાલ, સંદીપ ગોયલ, પ્રીતિ
ગોયલ, ભાવુક્તા ગર્ગ, અગ્રવાલ સમાજના પ્રમુખ સમીર ગર્ગ,
સંજય ગર્ગ, યુવા પ્રમુખ દેવેન્દ્ર ગોયલ અને મહિલા
પ્રમુખ કિરણ ગોયલના નેતૃત્વમાં સમગ્ર ટીમે મહોત્સવને સફળ બનાવવા સેવા આપી હતી. સંસ્થાના `સાથે ચાલો, ફિટ રહો
અને સાથે મળીને ઉત્સવ ઊજવો'ના સંદેશને સાર્થક કરતા આ મહોત્સવે
ગાંધીધામના નાગરિકોમાં ફિટનેશ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જગાડયો હતો તેવું મીડિયા પ્રભારી
અશોકભાઈ મિત્તલે જણાવ્યુ હતું.