• સોમવાર, 08 જૂન, 2026

જ્વેરેવ ઝળક્યો ; પહેલી ગ્રાન્ડસ્લેમ જીત

પેરિસ, તા.7 : ફ્રેન્ચ ઓપનના પુરુષ સિંગલ્સ ફાઇનલ મુકાબલામાં જર્મનીના એલેકઝાન્ડર જ્વેરેવે રવિવારે ઇટાલીના ફ્લેવિયો કોબોલીને 6-1, 4-6, 6-4,6-7 અને 6-1થી હાર આપી હતી. જ્વેરેવે આ જીત સાથે તેની ટેનિસ કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતી લીધો હતો. અગાઉ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઇનલ હારી ચૂકેલો જ્વેરેવ ઓસ્ટ્રેલિયન ઓપન તેમભજ યુએસ ઓપનમાં ઉપવિજેતા રહી ચૂક્યો છે. આજે બીજી ફ્રેન્ચ ઓપન ફાઇનલ હરતી, જે પડકાર બીજા ક્રમના જર્મન ખેલાડીએ પહેલીવાર પાર કર્યો છે. પહેલા સેટમાં જ્વેરેવ સામે કોબોલી બેરંગ રહ્યો હતો. બીજા સેટમાં 6-4થી જીત સાથે કોબોલીએ સંઘર્ષ જારી રાખ્યો હતો. ત્રીજા સેટમાં હાર બાદ કોબોલોએ ચોથો સેટ ટાઇ બ્રેક દ્વારા જીત્યો હતો.  ત્યારબાદ પાંચમા સેટમાં મુકાબલો સાવ એકતરફી બની ગયો હતો. છેલ્લા સેટમાં 6-1થી કોબોલીને હરાવતાં આખરે જર્મનીના એલેકઝાન્ડર જ્વેરેવે બાજી મારી લીધી હતી

Panchang

dd