• રવિવાર, 16 જૂન, 2024

રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છની બે યુવતીને સુવર્ણ ચંદ્રક

ભુજ, તા. 6 : ગત સપ્તાહે સુરત ખાતે યોજાયેલી નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં માધાપરની ઉર્વિશા વિનોદભાઈ સીતાપરા નામની યુવતીએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવી પરિવાર તેમજ કચ્છનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યું હતું. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ઉર્વિશાએ જુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં ડેડલિફ્ટ-130 કિલો, સ્કવોટ-110 કિલો તથા બેન્ચ પ્રેસ-55 કિલો એમ ત્રણે ફોર્મેટ મળી કુલ 295 કિલો વજન ઉપાડી ત્રણ સુવર્ણ ચંદ્રક મેળવી વિજેતા બની હતી. ઉર્વિશા ઉપરાંત અનિતા પિંડોરિયા નામની અન્ય લિફ્ટરે પણ જુદા-જુદા ફોર્મેટમાં ઉત્તમ પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang