• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

લેવા પટેલના સેવાપર્વની તૈયારીઓનો ધમધમાટ

કેરા (તા. ભુજ), તા. 22 :  પચ્ચીસ વર્ષમાં 50 લાખ દર્દીઓની સેવા કરનાર ભુજની માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા ભુડિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના સેવાપર્વની ત્રણ દિવસીય ઉજવણીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે. તડામાર તૈયારીઓના ભાગ રૂપે ઘરઘર પત્રિકા ચોવીસીમાં પહોંચાડાઈ છે. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા. 26-12ના સવારે 8 કલાકે સરદાર પટેલ સંકુલ (આર. ડી. શાળા) મેદાનમાં સમાજના 1800થી વધુ દીકરા -દીકરીઓ સામૂહિક અભિવાદન રંગારંગ કાર્યક્રમ રજૂ કરશે. સાથે માતૃ-પિતૃ વંદનાનો ભાવનાત્મક કાર્યક્રમ રજૂ થશે તે માટે ઐતિહાસિક તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્મનંદન સ્વામી, વડીલ સંતો, સાંખ્યયોગી બહેનો, મણિનગર સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત ઉપસ્થિત રહેશે. અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયાના માર્ગદર્શન હેઠળ મોટી તૈયારીઓ કરાઈ છે. આખાય પરિસરને રોશનીથી ઝળહળતું કરાયું છે. વિશાળ ડોમ 10000 જ્ઞાતિજનો માટે તૈયાર કરાઈ રહ્યો છે. પ્રસાદાલય સગવડયુક્ત બંધાયું છે જેમાં ભાવતા વ્યંજન તૈયાર કરાશે. છ સત્રો છે જેમાં ઉદ્ઘાટન, સંગઠન, મહિલા, શિક્ષણ, આરોગ્ય અને યુવા સત્ર રખાયા છે જેમાં જાણીતા વક્તાઓ કાનજી ભાલાળા, ડીજે દેવકી, મનસુખ માંડવિયા, અશ્વિન આણદાણી સહિતના સામેલ થશે. રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ જોડાશે. રાત્રિ કાર્યક્રમોમાં તા. 26-12ના રાજભા ગઢવી, તા. 28-12ના મહારાસોત્સ સાથે સંગીત સંધ્યા યોજાશે.

1800 બાળક દ્વારા અભિવાદન

તા. 26-12ના સવારે 8 કલાકે બાળકો દ્વારા સામૂહિક અભિવાદન ઇતિહાસ રચે એ રીતે રજૂ કરાશે. કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર , માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના દીકરા-દીકરીઓ દ્વારા મોટું અને વિશેષ આયોજન છે. એમાં પધારવા બિનનિવાસી દાતાઓ- આમંત્રિતોને અનુરોધ કરાયો છ.ઁ સાથે તમામ બાળકો માત-પિતા વંદના કરશે.

Panchang

dd