ભુજ, તા. 22: તાજેતરમાં
યોજાયેલા જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં ભુજ જીમખાના ક્લબના ખેલાડીઓએ જીત હાંસલ કરી
આગામી સમયમાં રાજ્યકક્ષાની હરીફાઈમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. ખેલ મહાકુંભ વર્ષ
2025ની જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધા કચ્છના ભુજ, અંજાર, માંડવી ખાતે જુદી જુદી વય જુથ્થમાં યોજાઈ હતી.
જેમા ભુજ જીમખાનાના લોન ટેનિસ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ જીત મેળવી હતી. જેમાં ઓપન
વુમન સિગલ્સમાં સ્નેહા ઠક્કર પ્રથમ ઓપન મેન્સમાં ડબલ્સમાં જુબીન ઠક્કર તથા ઓમ ઠક્કરની
જોડી પ્રથમ રહી હતી. અબોવ-40માં
સિંગલ્સમાં રવિ રાજગોર પ્રથમ તથા ડબલ્સમાં યોગેશ જોષી, ડો. પરાગ મર્દાનીયા પ્રથમ રહ્યા હતા. અબોવ-60માં સિંગલ્સમાં મનીષ ઠક્કર પ્રથમ, ડબલ્સમાં પી. એન. રાઠોડ તથા મનીષ ઠક્કરની જોડી પ્રથમ રહી હતી. આ ખેલાડીઓ આવનારા
દિવસોમાં રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેવા અમદાવાદ-ગાંધીનગર જશે. વિજેતા ખેલાડીઓની
આ સફળતાને ભુજ જીમખાના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ નવલસિંહ
જાડેજા, જન. સેક્રેટરી મહીપતસિંહ રાઠોડ, ટેનિસ સેક્રેટરી કિશનભાઈ વરૂ, ઈન્ડોર સેક્રેટરી રાજુભાઈ
ભાવસાર તથા ટેનિસ ખેલાડીઓની સફળતાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.