માઉન્ટ
મોનુગાઇ, તા. 22 : ઝડપી
બોલર જેકોબ ડફી ન્યુઝીલેન્ડ તરફથી એક કેલેન્ડર વર્ષમાં ન્યુઝીલેન્ડ તરફથી સર્વાધિક
વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે વર્ષ 202પમાં
81 ઇન્ટરનેશનલ વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે મહાન ઓલરાઉન્ડર
રિચર્ડ હેડલીનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. હેડલીએ
198પમાં ન્યુઝીલેન્ડ તરફથી 79 ઇન્ટરનેશનલ વિકેટ લીધી હતી જ્યારે સ્પિનર ડેનિયલ વિટ્ટોરીએ
વર્ષ 2008માં 76 વિકેટ લીધી હતી. આ બન્નેથી ડફી આગળ થયો છે. 31 વર્ષીય ડફીએ આજે વેસ્ટ ઈન્ડિઝ સામેના ત્રીજા ટેસ્ટના
બીજા દાવમાં પ વિકેટ ઝડપીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. 3 મેચની શ્રેણીમાં તેના નામે 23 વિકેટ રહી છે. જેકોબ ડફી આઇપીએલ-2026 સીઝનમાં આરસીબી તરફથી રમશે. ઓક્શનમાં આરસીબીએ તેને
બે કરોડની બેઝ પ્રાઇસ પર ખરીદ કર્યો હતો.