• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

કોન્વે અને લાથમની બીજા દાવમાં પણ સદી

માઉન્ટ માઉનુગાઇન, તા. 21 : ઓપનર ડવેન કોન્વે અને કેપ્ટન ટોમ લાથમની બીજા દાવમાં પણ વિક્રમી સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી અને આખરી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે વિજયની તક સર્જાઇ છે. મેચના પાંચમાં દિવસે વિન્ડિઝ પાસે મેચ ડ્રો કરવાનો પણ મોકો છે. આજની ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે 462 રનના વિજય લક્ષ્યાંક સામે વિન્ડિઝના વિના વિકેટે 43 રન થયા હતા. તે હજુ 419 રન પાછળ છે. ન્યૂઝીલેન્ડે આજે તેનો બીજો દાવ પ4 ઓવરમાં વન ડે સ્ટાઇલથી બેટિંગ કરીને 2 વિકેટે 306 રને ડિક્લેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી પહેલા દાવમાં બેવડી સદી (227) કરનાર ડવેન કોન્વેએ બીજા દાવમાં 139 દડામાં 8 ચોગ્ગા-3 છગ્ગાથી 100 રન કર્યાં હતા. તે એક ટેસ્ટમાં બેવડી સદી પછી બીજા દાવમાં સદી કરનારો ન્યૂઝીલેન્ડનો પહેલો અને દુનિયાનો 10મો બેટધર બન્યો હતો. જ્યારે પહેલા દાવમાં સદી કરનાર કપ્તાન ટોમ લાથમે 130 દડામાં 9 ચોગ્ગા-2 છગ્ગાથી 101 રન કર્યાં હતા. આ બંને વચ્ચે પહેલી વિકેટમાં 192 રનની ભાગીદારી થઇ હતી. પહેલા દાવમાં બંને વચ્ચે 323 રનની વિશાળ ભાગીદારી થઇ હતી. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં કોન્વે-લાથમની ઓપનિંગ જોડી એવી બની છે કે જેણે બંને ઈનિંગ્સમાં સદી કરી હોય. બાદમાં કેન વિલિયમ્સન (40) અને રચિન રવીન્દ્ર (46) વચ્ચે ફક્ત 37 દડામાં 72 રનની ભાગીદારી થઇ હતી. આથી કિવીઝ ટીમે પ4 ઓવરમાં 2 વિકેટે 306 રને તેનો બીજો દાવ ડિક્રે કર્યો હતો. ચોથા દિવસની રમતના અંતે વિન્ડિઝે વિના વિકેટે 43 રન કર્યાં હતા.

Panchang

dd