• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

ભુજનો મંગલમ વિસ્તારના માર્ગો દુષિત પાણીથી ખરડાયા

ભુજ, તા. 22 : શહેરના મંગલમ ચાર રસ્તા પાસેના વિસ્તાર ગટરના પાણીની દુર્ગંધથી ગંધાઈ ઉઠયો હતો. ભુજમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ગટર ઉભરાવાની સમસ્યા માથું ઉંચકી રહી છે. તાજેતરમાં બસ સ્ટેશન વિસ્તારમાં ગટર ઉભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. એ સમસ્યા હજુ હલ નથી થઈ ત્યાં આજે મંગલમ ચાર રસ્તા પાસે ગટર જોશભેર વહેતાં માર્ગો દુષિત પાણીથી ખરડાયા હતા. ઉભરાતી ગટરનો દુષિત પાણી વરસાદી વહેણ મારફતે હમીરસર તરફ આગળ વધતાં જાગૃત નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. ભુજમાં કાયમી ધોરણે ગટર સમસ્યા હલ થાય તે માટે નક્કર આયોજન સુધરાઈ દ્વારા હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે.

Panchang

dd