• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

શ્રીલંકા સામે ભારતની આઠ વિકેટે જીત

વિશાખાપટ્ટનમ, તા. 21 : પાંચ ટી-20 શ્રેણીની પહેલી મેચમાં ભારતની મહિલા ટીમે જેમિમા રોડ્રિગ્સના અણનમ 69 રનની મદદથી લક્ષ્ય આંબી શ્રીલંકાને આઠ વિકેટે હાર આપી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી હતી. શ્રીલંકા મહિલા ટીમે 20 ઓવરમાં છ વિકેટે 121 રન બનાવ્યા હતા. જેને ભારતીય ટીમે 14.4 ઓવરમાં બે વિકેટે 122 રન આંબી લીધા હતા. ભારતીય મહિલા ટીમને પહેલો ઝાટકો 12 રને સ્મૃતિ મંધાના (25)ના રૂપમાં લાગ્યો હતો. તે પછી 67 રને શેફાલી વર્મા (9)એ વિદાય લીધી હતી. જેમીમા રોડ્રિગ્સે 44 દડામાં 10 છગ્ગા સાથે ઝમકદાર 69 અણનમ રન બનાવી ટીમને આઠ વિકેટે વિજય અપાવ્યો હતો. હરમનપ્રીત કૌર (15) અણનમ રહી હતી. શ્રીલંકા વતી કાવ્યા કાવિંદી અને રણાવીરાને 1-1 વિકેટ મળી હતી. આ પહેલા શ્રીલંકા મહિલા ટીમ વચ્ચેની પ મેચની ટી-20 શ્રેણીનો આજથી પ્રારંભ થયો હતો. વન ડે વિશ્વ કપની જીત બાદ પ્રથમ મેચ રમી રહેલા ભારત સામે આજની મેચમાં શ્રીલંકા મહિલા ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 121 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. જેમાં ઓપનર વિષ્મી ગુણારત્નેના 39 રન સર્વાધિક હતા. આ સિવાય હસીના પરેરાએ 20 અને હર્ષિતા સમરવિક્રમાએ 21 રનનું યોગદાન આપ્યું હતું. લંકન કપ્તાન ચમારી અટપાટં 1, નીલાક્ષી ડિસિલ્વા 8 અને કવિશા દિલહારી 6 રને આઉટ થયા હતા. ભારતીય મહિલા ટીમ તરફથી ક્રાંતિ ગૌડ, દીપ્તિ શર્મા અને શ્રી ચારણીને 1-1 વિકેટ મળી હતી. શ્રીલંકાની 3 બેટર રન આઉટ થઇ હતી.

Panchang

dd