નખત્રાણા, તા. 22 : વર્તમાન
સમયમાં પશુપાલનના વિકાસ સંવર્ધન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાના કારણે
પશુધનની નોંધપાત્ર સંખ્યા વધી છે. દૂધ ઉત્પાદનથી માલધારી પશુપાલકોની આર્થિક રીતે મોટી
પ્રગતિ થઈ છે. પશુઓની ચિકિત્સા માટે પશુ દવાખાનાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. સરકાર
દ્વારા નિર્માણ પામેલાં દવાખાનામાં પશુ ચિકિત્સકો તેની સારવારનાં સાધનો માટે મોટો ખર્ચ
કરાતો હોવા છતાં પશુપાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. નખત્રાણામાં નિર્માણ પામેલું
પશુ દવાખાનું અને સંકુલમાં પશુઓની સારવાર માટે કોઈ સાધનો જોવા મળતાં નથી. કેમ્પોનાં
આયોજન, ગ્રામ્ય વિસ્તારોમાં બીમાર પશુની સારવાર માટે લઈ જવાનાં સાધનો,
દવા માટેનું ખખડધજ ભંગાર હાલતમાં હવા ખાતું વાહન જોવા મળ્યું છે. ફરજ
પરના ચિકિત્સક પશુ ડોક્ટર દિપ્તેશ આગજા ફિલ્ડમાં
ગયા છે. તેવી સૂત્રોએ માહિતી આપી હતી. ગ્રામ્ય વિસ્તારમાંથી પોતાના પશુની બીમારી સબબ
ડોક્ટરને ફોનથી બોલાવવામાં આવતાં આનાકાની કરાતી
હોવાની ફરિયાદ પશુપાલકો દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જાડેજાએ પશુ દવાખાનામાં ડોક્ટરની ખાલી પડેલી જગ્યાઓની
પુરવણી કરાવી છે, પણ ડોક્ટરો સ્થાનિક રહેવા જોઈએ તે ન રહેતા અન્યત્ર
રહે છે તેવી ફરિયાદ કરાઈ છે.