• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

ચેક પરત કેસમાં ભુજપુરના આરોપીને એક વર્ષની કેદ

ભુજ, તા. 22 : ચેક પરત ફરવાના કેસમાં મુંદરાના ભુજપુરના આરોપી મહમદ સલીમ ઇશાક ખત્રીને નલિયા કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ફરિયાદીને ચેકોની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસની ટૂંક વિગત એવી છે કે સુથરીના ફરિયાદી ભાવના લક્ષ્મીચંદ ખોનાએ ભુજપુરના મહમદ સલીમ ઇશાક ખત્રીને રૂા. પાંચ લાખ વર્ષ 2019માં બે માસ માટે હાથ ઉછીના આપ્યા હતા. જેના બદલામાં આરોપીએ 2.50 લાખના બે ચેકો આપ્યા હતા. જે અપૂરતા ભંડોળના લીધે પરત ફરતાં કેસ દાખલ કરાયો હતો, જેમાં ફરિયાદીનું લેણું કાયદેસરનું માની આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેકોની રકમ જેટલી રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ નલિયા કોર્ટના જજ આસિફ આબીદ હુશેન ખેરાદાવાલાએ કર્યો હતો. ફરિયાદી વતી એડવોકેટ એન. જી. જાની હાજર રહ્યા હતા.

Panchang

dd