• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

શુભમન, અભિષેક, અર્શદીપ પંજાબ તરફથી હઝારે ટ્રોફીમાં રમશે

ચંડિગઢ, તા.22: ટી-20 વિશ્વ કપની ભારતીય ટીમની બહાર થનાર શુભમન ગિલ, આક્રમક ઓપનિંગ બેટધર અભિષેક શર્મા અને વ્હાઇટ બોલ ક્રિકેટનો સ્ટાર બોલર અર્શદીપ સિંઘ વિજય હઝારે વન ડે ટૂર્નામેન્ટની પંજાબની ટીમમાં સામેલ થયા છે. પંજાબ ટીમ તેના અભિયાનની શરૂઆત 24 ડિસેમ્બરે મહારાષ્ટ્ર ટીમ વિરુદ્ધ મેદાનમાં ઉતરી કરશે. આ ત્રણ ભારતીય ખેલાડી ઉપરાંત પંજાબ ટીમમાં પાવર હિટર્સની ફોજ છે. જેમાં પ્રભસિમરન સિંઘ, નમન ધીર, અનમોલપ્રીત સિંઘ, રમનદીપ સિંઘ, સનવીર સિંઘ અને હરપ્રીત બરાડ છે. પંજાબ ટીમ વિજય હઝારે ટ્રોફીના તેના તમામ મેચ જયપુરમાં રમશે. ખાસ વાત એ છે કે પંજાબની ટીમ જાહેર થઇ છે, પણ કપ્તાનનું નામ જાહેર થયું નથી. શુભમન, અભિષેક અને અર્શદીપ વિજય હઝારે ટ્રોફીમાં કેટલાક મેચ માટે ઉપલબ્ધ રહેશે તે જાહેર થયું નથી. ભારતને જાન્યુઆરીમાં 11 તારીખથી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 વન ડેની શ્રેણી રમવાની છે. આ પછી 21 ડિસેમ્બરથી પ મેચની ટી-20 શ્રેણી શરૂ થશે. શુભમન ગિલ ભારતની વન ડે ટીમનો કપ્તાન છે. અભિષેક અને અર્શદીપ આ ફોર્મેટમાં ભારતીય ટીમના નિયમિત ખેલાડી નથી.

Panchang

dd