• રવિવાર, 22 નવેમ્બર, 2026

ઓસી.નો ત્રણ વિકેટે વિજય સાથે પ્રારંભ

મેલબર્ન, તા. 21 : ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી-20 મેચની શ્રેણીના પહેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે હેરી બ્રુક અને ટોમ બેંટનની લડાયક ઇનિંગની મદદથી 187 રનનો સ્કોર કર્યો હતો. જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા તરફથી નિખિલ ચૌધરીએ 66 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી અને લક્ષ્ય 19.5 ઓવરમાં જ પાર પાડયું હતું. મેચમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 187 રન કર્યા હતા. ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થયા બાદ હેરી બ્રુક અને ટોમ બેંટને બાજી સંભાળી હતી. હેરી બ્રુકે 28 બોલમાં 65 અને બેંટને 22 બોલમાં 39 રન કર્યા હતા. આ ઉપરાંત સેમ કરને 21 અને જોર્ડર કોક્સે 27 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડ અને નિખિલ ચૌધરીએ બે-બે વિકેટ લીધી હતી જ્યારે ડેવિસ, મેરેડીથ, બેન ડ્વારશીશ અને એડમ જમ્પાને એક એક સફળતા મળી હતી.  જીત માટે 188 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો પહેલી જ ઓવરમાં જેક ફ્રેઝરના રૂપમાં લાગ્યો હતો. બાદમાં મિચેલ માર્શ અને સેમ હાર્પરે બાજી સંભાળી હતી. માર્શે 37 અને હાર્પરે 32 રન કર્યા હતા. જ્યારે નિખિલ ચૌધરીની 38 બોલમા 66 રનની મહત્ત્વની ઇનિંગે ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખ્યો હતો. અંતે 19.5 ઓવરમાં 7 વિકેટના નુકસાને 191 રન કરીને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd