• રવિવાર, 22 નવેમ્બર, 2026

કંડલા સેઝની કંપનીમાં આગથી દોડધામ

ગાંધીધામ, તા. 21 : કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની કંપનીમાં વધુ એક વખત  આગજનીની ઘટનાથી ભારે દોડધામ થઈ પડી હતી. જો કે, કોઈ જાનહાનિ થઈ ન હતી. કલાકોની  કામગીરી બાદ આગ કાબૂમાં લેવામાં અગ્નિશમન દળોને સફળતા મળી  હતી. આ અંગે મળતી વિગતો મુજબ પ્લાસ્ટિકના દાતા બનાવથી  જેએસડી ફૂડમાં આજે સવારના  અરસામાં  કોઈ પણ કારણોસર આગ  ભભૂકી  ઊઠી હતી. પળભરમાં  કંપનીનો આખો વિસ્તાર આગની ઝપટમાં આવી ગયો હતો. આગના બનાવના પગલે કંપની અને આસપાસના એકમોમાં ભારે ચકચાર પ્રસરી હતી. આ આગ એ જ પ્લોટમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની સુધી પ્રસરી હતી.  બનાવના પગલે કંડલા  સ્પેશિલય ઈકોનોમિક ઝોન અને ગાંધીધામ મહાનગરપાલિકાના અગ્નિશમન દળની ટુકડી દ્વારા તાત્કાલિક પહોંચીને આગ બુઝાવવા માટેની કામગીરી કરી હતી.  આગની જ્વાળાઓ વધુ હોવાથી ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. બનાવના પગલે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. અંદાજે ચારેક કલાકની જહેમત બાદ  કાબૂમાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કોઈ કારણ જાણી શકાયું નથી. સદનસીબે આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ લાખોના નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઝોનના એકમોમાં આગ ગંભીર આગની દુર્ઘટનાઓ બની છે અને બે દિવસ સુધી ફાયર ફાઈટિંગની કામગીરી ચાલી છે, પરંતુ મોટા ભાગના બનાવમાં કોઈ ચોક્કસ કારણ હજુ સુધી એક પણ ઘટનામાં બહાર આવ્યું નથી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd