માંડવી, તા. 21 : માંડવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
15માં વર્ષે જીવદયા કાજે પશુ સુરક્ષાના ઉમદા
હેતુથી તેમજ દાતાઓના દાનથી લીલાચરા વિતરણને 3પ0 ગાડીના લક્ષ્યાંક
સામે ઘાસના ભાવોમાં વધારો છતાં ચેમ્બર દ્વારા 4પ0 ગાડી નીરણ
કરશે.ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, પ્રોજેક્ટ
ચેરમેન નવીનભાઈ બોરીચા, નરેન્દ્રભાઈ સુરૂ, ચંદ્રસેનભાઈ કોટક, પુનિતભાઈ લાકડાવાળા, શાંતિલાલભાઈ શાહ, જખાભાઈ શાહ, ભાવિનભાઈ
શાહ, ચિંતનભાઈ મહેતા, ઉદયભાઈ, મહેન્દ્રભાઈ વિ. સભ્યોના જણાવ્યા અનુસાર લીલાચારાની ગાડીઓ દ્વારા 34 ગાડીઓના માધ્યમથી જિલ્લાની
2પથી વધુ પાંજરાપોળો, મહાજન વિહોણા ગામડાઓ વિ.ને રૂા. 5,17,780ના ખર્ચે 3799 કિલો લીલોચારો નીરણ દાતાઓના
સહયોગથી કરાયું હતું. કચ્છી દાતાઓના સહકારથી 2013થી 2026ના 14 વર્ષના ગાળા દરમિયાન લીલાચારા
નીરણની 3750 ગાડીઓના માધ્યમથી જેના મણ 5,06,250 અને 2,02,5000 કિ.ગ્ર. રૂા. સાત કરોડની લાગતથી
ગૌવંશને નીરણ કરાયું હતું.