• રવિવાર, 22 નવેમ્બર, 2026

શ્રમસંહિતાથી સામાજિક સુરક્ષા મજબૂત

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી): ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની બે દિવસીય  ચિંતન શિબિરનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શોભા કરાંદજે આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા સહિત વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ મંત્રીઓ આ શિબિરમાં સહભાગી થયા હતા.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ચિંતન શિબિરો ગૂડ ગવર્નન્સ માટેનું ટેઈક ઓફ પ્લેટફોર્મ બની છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. તેમણે ચાર નવી શ્રમસંહિતાને શ્રમિકોની સામાજિક સુરક્ષા મજબૂત કરવાનું  કદમ ગણાવ્યું હતું. કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ઉદ્ઘાટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને નાગરિકો એમ ત્રણેય હિતધારકો સાથે મળીને દેશના 60 કરોડ શ્રમિકોનાં કલ્યાણ માટે કાર્યયોજના ઘડશે. અગાઉ શ્રમિકો અને ઉદ્યોગોને એકબીજાના વિરોધી માનવાની માનસિકતા હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ધારણા બદલીને બંનેને વિકસિત ભારતરૂપી રથના બે સમાન પૈડાં ગણાવ્યાં છે.  ચિંતન શિબિરના પ્રથમ દિવસે શ્રમ કલ્યાણ, રોજગાર અને સામાજિક સુરક્ષા સંબંધિત મહત્ત્વપૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd