મુંદરા, તા. 21 : મુંદરા તા.ના કુકડસર ગામનું 325 ચોરસ મીટરનું અંદાજે રૂા. 8. 31 લાખની કિંમતનું સરકારી જમીન પરનું ધાર્મિક ગેરકાયદેસર દબાણ મુંદરા
મામલતદાર કચેરીની કાર્યવાહીમાં દૂર કરવામાં આવ્યું હતું. સત્તાવાર યાદી મુજબ, મુંદરા તા.ના કુકડસર ગામના
સરકારી ટ્રે. નં. 211નો વિસ્તાર
325 ચો.મી. છે. સરકારી જમીન પર
ધાર્મિક દબાણ અંગે મામલતદાર મુંદરાના જેએમએમકે
-61 હેઠળ કાર્યવાહી કરવામાં આવી
હતી. એમને મંતવ્યો રજૂ કરવાની તક આપ્યા પછી, વિવાદથી પ્રભાવિત જમીન પર દબાણ દૂર કરવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. દબાણ
હેઠળનો કુલ વિસ્તાર 325 ચો.મી. છે, જેની અંદાજિત બજાર કિંમત રૂા. 8, 31, 000 છે, જેને શનિવારે
કચ્છ કલેક્ટર અનિલ રાણાવાસિયા અને મુંદરા પ્રાંત અધિકારી અભિષેક સિંહાના માર્ગદર્શન
હેઠળ મુંદરા મામલતદાર કે. એસ. ગોંદિયાની ટીમ સ્થળ પર હાજર રહી અને વિવાદિત જમીનનું
નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું
હતું અને દબાણવાળી જમીનના કિસ્સામાં સરકારી પક્ષે કબજો મેળવ્યો છે.