પોખરણ, તા. 21 : અદાણી ગ્રુપની મુખ્ય સંરક્ષણ
અને એરોસ્પેસ કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયારિંગ
રેન્જિસ ખાતે વાહન પર સ્થાપિત એન્ટિટેન્ક ગાઇડેડ મિસાઇલ (ATGM) સિસ્ટમ બઘીરા AT1નું સફળ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન દિવસ અને રાત્રિના સમયે લક્ષ્ય
પર પ્રહાર કરવાની ક્ષમતા, સશસ્ત્ર વાહન
જેવા લક્ષ્ય સામે એક જ બીમ પર બે મિસાઇલનું ટેન્ડમ ફાયારિંગ તેમજ વધુ અંતરે હવાઈ લક્ષ્યને
નિશાન બનાવવાની ક્ષમતાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર સિસ્ટમનું
સ્ટેટિક ડિસ્પ્લે પણ યોજવામાં આવ્યું હતું.
પોખરણ ખાતે આયોજિત No Cost No Commitment (NCNC)
પ્રદર્શન ભારતીય સેના, ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ અને સંરક્ષણ
મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયું હતું. ભારતની એન્ટિટેન્ક ક્ષમતાઓને
વધુ મજબૂત બનાવતી સિસ્ટમ ભારતમાં આધુનિક એન્ટિટેન્ક ગાઇડેડ મિસાઇલોની જરૂરિયાત નોંધપાત્ર
છે. હાલના ઇન-સર્વિસ એન્ટિટેન્ક શસ્ત્રોની મુખ્ય ક્ષમતામાં સેકન્ડ-જનરેશન Milan-2T અને Konkurs-M સામેલ
છે, જ્યારે તાત્કાલિક ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી
વળવા માટે ત્યારબાદ સ્પાઈક મિસાઇલોને સામેલ કરવામાં આવી છે. ભારત જાવેલીન સિસ્ટમ્સની ખરીદીની દિશામાં પણ આગળ વધી રહ્યું છે.
નોંધનીય છે કે, ક્ષમતાની ખામીઓ દૂર કરવામાં ખાનગી ઉદ્યોગની વધતી
ભૂમિકા નાણાકીય વર્ષ 2025-26માં
ભારતનું સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ રૂા. 1.78 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું, તેમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો એક વર્ષ અગાઉના
22 ટકાથી વધીને 24 ટકા એટલે કે આશરે રૂા. 42,000 કરોડ થયો હતો. બઘીરા અઝ1 ભારતીય સશસ્ત્ર દળોની ઓપરેશનલ જરૂરિયાતોને અનુરૂપ અદ્યતન સંરક્ષણ
પ્રણાલીઓના વિકાસ, એકીકરણ અને
ડિલિવરીમાં ભારતના ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા દર્શાવે છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે
સંપૂર્ણ કોમ્બેટ સિસ્ટમના વિકાસ, એકીકરણ અને પરીક્ષણની કામગીરી હાથ ધરી છે.