ભુજ, તા. 5 : ગુજરાતના પ્રસિદ્ધ કેળવણીધામ
ચારૂતર વિદ્યામંડળના યુનિવર્સિટી કેમ્પસમાં `યુગાંતર-5' અંતર્ગત યોજાયેલા યૂથ ફેસ્ટિવલમાં કચ્છની યુવતી વૈશ્વી કેતન ધોળકિયાએ
ભરતનાટ્યમમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તા. 26થી ત્રણ દિવસના યૂથ ફેસ્ટિવલમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના
એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ 32થી વધુ સ્પર્ધામાં
ભાગ લીધો હતો. વૈશ્વી ધોળકિયાએ જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી તરફથી
ભાગ લઇ ભરતનાટયમમાં 11 સ્પર્ધકોમાં
પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વૈશ્વી કચ્છમિત્રના કટાર લેખક ચંદ્રવદન ધોળકિયાની પૌત્રી છે.