ગાંધીધામ, તા. 6 : અંજારમાં માનસિક રીતે અસ્થિર પરિણીતા ઉપર શખ્સે દુષ્કર્મ
આચર્યું હોવાના અહેવાલ સાંપડયા હતા. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું
હતું કે, આરોપી
બાબુ ઉર્ફે જીત જયેશભાઈ જોષી (રહે. કિષ્નાનગર,નવી કોર્ટ,
અંજાર)એ માનસિક રીતે અસ્થિર
પરિણીતાને નવી કોર્ટ પાછળ જૂની જેલ પાસે લઈ જઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ હીનકૃત્યનાં
પગલે ચકચાર પ્રસરી હતી. પોલીસે પીડિતાના પુત્રની
ફરિયાદના આધારે ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.