• શનિવાર, 07 નવેમ્બર, 2026

મોદી સૂર્યકુમારના પરિવારને મળ્યા : બાળકીનું ભજન સાંભળ્યું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ખાસ મુલાકાત દરમિયાન સૂર્યા સાથે આવેલી એક નાની બાળકીએ મધુર અવાજમાં ભજન રજૂ કર્યું હતું, જેને સાંભળીને પીએમ મોદી ખૂબ પ્રભાવિત થયા હતા અને ઉત્સાહભેર તાળીઓ વગાડીને બાળકીની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા એક્સ પર પણ શેર કર્યો છે. મુલાકાત દરમિયાન સૂર્યકુમાર યાદવ ટી-20 વર્લ્ડ કપ 2026નો ગોલ્ડ મેડલ પહેરીને પહોંચ્યા હતા. વડાપ્રધાને ગોલ્ડ મેડલ હાથમાં લઈને ભારતીય ટીમની આ ઐતિહાસિક સિદ્ધિને સેલિબ્રેટ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd