• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

નેત્રામાં જોગમૈયા માતાજી મંદિરના વિકાસ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 31: નખત્રાણા તાલુકાના નેત્રા ગામે જોગમૈયા માતાજીનાં મંદિરના વિકાસાર્થે જોગમૈયા ગ્રાઉન્ડ ખાતે જોગમૈયા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા હિન્દુ પ્રીમિયર લીગ (એચપીએલ) સિઝન-8 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ફાઇનલમાં ક્રિષ્ના ઇલેવને 101 રનનો સ્કોર નોંધાવ્યો હતો. શિવ ઇલેવને શાનદાર પ્રદર્શન કરતાં 102 રનનો લક્ષ્યાંક હાંસલ કરી વિજેતા બની હતી વિજેતા ટીમને દાતા સ્વ. સીતાબેન કુંવરજી ઠક્કરની સ્મૃતિમાં વસંત ઠક્કર તરફથી જિતેન્દ્ર ઠક્કરના હાથે ટ્રોફી એનાયત કરાઈ હતી. રનર્સઅપ ટીમને દાતા દર્શન મહેશ શાહ તરફથી નેત્રા શિક્ષક સમાજના હસ્તે ટ્રોફી અપાઈ હતી. ક્રિકેટ થકી ભંડોળ એકત્ર થાય એ સરાહનીય બાબત છે એવુ ઉપસ્થિત અગ્રણીઓએ કહ્યું હતું. કીર્તિ ચારણને મેન ઓફ ધ સિરીઝ, ધ્રુવ ચારણને મેન ઓફ ધ મેચ, ભરત ગોરડિયાને બેસ્ટ બેટ્સમેન, લક્ષ્મણ જેપારને બેસ્ટ બોલર તથા કરણ જોષીને બેસ્ટ ફિલ્ડર તરીકે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હારૂન કુંભાર, હિંમત સાધુ, લહેરીકાંત ગરવા, મહેન્દ્ર જોષી, વિજય સીજુ, પરેશ ગંઢેર, હરાસિંહ મોખા, હેમરાજ ચારણ, રમેશ સથવારા, કરણ રબારી, દેવજી ગાડિયા, મંગલ રબારી, ધનજી બલિયા, યાહયા લુહાર, હેદરઅલી સૈયદ સહિતના અગ્રણીઓ તેમજ નેત્રા શિક્ષક સમાજના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.  જોગમૈયા સ્પોર્ટ્સ ક્લબના યુવાનોએ  જહેમત ઉઠાવી હતી.   

Panchang

dd