ગ્લાસગો, તા. 31 : ભારતની અસ્મિતા ડે અને હર્ષ
સિંહે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારા
તેઓ ભારતના પહેલા ખેલાડી બન્યા છે. મહિલાઓની 48 કિલો સ્પર્ધાની ફાઇનલમાં અસ્મિતાએ રસાકસી બાદ કેનેડાની હેડી
કોચ સામે જીત મેળવી હતી. નિર્ધારિત ચાર મિનિટમાં સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો. સડન
ડેથમાં અસ્મિતાએ રોમાંચક વિજય સાથે સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. તેની 15 મિનિટમાં જ હર્ષ સિંહે પુરુષોની
60 કિલોની જુડો સ્પર્ધાની ફાઇનલમાં
ઓસ્ટ્રેલિયાના ખેલાડી જોશુઆ કેટજને 10-0 પોઇન્ટથી હાર આપી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. બીજી તરફ મુક્કેબાજીમાં ભારતના ઓછામાં ઓછા
ત્રણ રજત ચંદ્રક નિશ્ચિત બની ગયા છે. ભારતની સ્ટાર મહિલા બોક્સર પ્રીતિ પવાર અને પ્રતિભાશાળી
અંકુશ પંઘાલ તેમના વર્ગની સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગયા છે. જ્યારે જેસ્મિન લંબોરિયાએ
પણ પ7 કિલો વર્ગની સ્પર્ધામાં ફાઇનલમાં જગ્યા
બનાવી હતી. તેમની પાસે ગોલ્ડ મેડલ જીતવાની સોનેરી તક છે.