ભુજ, તા. 31 : પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના
એક ગામના આરોપીએ તેની સ્ત્રીમિત્ર સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ કરી તેને બદનામ કરી
હોવાના બનાવથી ખળભળાટ ફેલાયો છે. જો કે, આ મામલે બોર્ડર રેન્જ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાથી સત્તાવાર કોઈ વિગતો
બહાર આવી નથી. આરોપીએ ત્રીમિત્રને સંબંધ રાખવા દબાણ કર્યું હતું, જે અંગે યુવતીએ ના પાડતાં આરોપીએ તેની સાથેના અંગત વીડિયો યુવતીના પરિચિતોમાં
વાયરલ કર્યા હતા. આ મામલે પોલીસે ડિજિટલ પુરાવાઓ એકત્ર કરી એફએસએલમાં મોકલ્યા છે,
જેથી તપાસ બાદ વીડિયો વાયરલ કરનાર આરોપી દોષી સાબિત થશે તો કડક કાર્યવાહી
હાથ ધરાશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. અલબત્ત, સોશિયલ
મીડિયાના આ સમયમાં વાયરલ થયેલા આ વીડિયો વધુ ન ફેલાય તે માટે પણ પોલીસે કાર્યવાહી હાથ
ધરી હોવાનું જાણવા મળ્યું હતું.