ગ્લાસગો, તા. 31 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના
આઠમા દિવસે ભારતે વધુ બે ચંદ્રક જીત્યા હતા. આથી મેડલ ટેલીમાં ભારત કુલ 17 ચંદ્રક સાથે આઠમા ક્રમે છે.
ભારતીય ખેલાડીઓએ પાંચ ગોલ્ડ, 10 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતની સ્ટાર મહિલા
બોકસર પ્રીતિ પવાર અને પ્રતિભાશાળી અંકુશ પંઘાલ તેમના વર્ગની સ્પર્ધાના ફાઇનલમાં પહોંચી
ગયા છે. જયારે જેસ્મિન લંબોરિયાએ પણ પ7 કિલો વર્ગની સ્પર્ધામાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેમની પાસે
ગોલ્ડ મેડલ જીતવાની સોનેરી તક છે. 54 કિલો વર્ગની મહિલા મુક્કેબાજી સ્પર્ધાના સેમિ ફાઇનલમાં 22 વર્ષીય પ્રીતિ પવારનો જામ્બિયાની
બોકસર વિરુદ્ધ પ-0થી જોરદાર
વિજય થયો હતો. સ્પર્ધાના તમામ પાંચેય રાઉન્ડમાં પ્રીતિ પવારે દબદબા સાથે જીત નોંધાવી
હતી. ફાઇનલની પ્રીતિની ટક્કર કેનેડાની અનુભવી ખેલાડી સ્કારલેટ ડેલગાડો વિરૂધ્ધ થશે.
જયારે પુરુષોની 80 કિલોની મુક્કેબાજી
સ્પર્ધામાં ભારતના અંકુશ પંઘાલનો કેનેડાના જોશુઆ ઓફોરી વિરૂધ્ધ પ-0થી સેમિ ફાઇનલામં જોરદાર જીત થઇ હતી. આથી
તે ફાઇનલમાં પહોંચી ગયો છે અને તેની પાસે પણ ગોલ્ડ મેડલ જીતવાની તક છે. જૂડોમાં ભારતના
3 ચંદ્રક નિશ્ચિત બન્યા છે. પ7 કિલોની સ્પર્ધામાં ભારતની યામિની મૌર્ય
ફાઇનલમાં પહોંચી છે. તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક છે. જયારે મહિલા વર્ગની 48 કિલો જૂડો સ્પર્ધામાં અસ્મિતાએ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે.
સેમિમાં તેણીએ સ્કોટલેન્ડની ખેલાડી સમર શોને હાર આપી હતી. જયારે પુરુષોની 60 કિલોની સ્પર્ધામાં હર્ષ સિંહે
ઓસ્ટ્રેલિયાના પેડ્રો નેટોને હાર આપી સેમિમાં જગ્યા બનાવી હતી. આથી આ બન્ને માટે ઓછામાં
ઓછા કાંસ્ય ચંદ્રક નિશ્ચિત બની ગયા છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગઇકાલે આઠમા દિવસે ભારતની
જોળીમાં વધુ બે ચંદ્રક આવ્યા હતા. વેઇટ લિફટર લવપ્રીત સિંઘે શાનદાર દેખાવ કરીને રજત
ચંદ્રક જીત્યો હતો જ્યારે ડિસ્કસ થ્રો (ચ્રક ફેંક)માં સીમા કાલીરામનાએ કાંસ્ય ચંદ્રક
જીત્યો હતો. પુરુષોની હેવીવેઇટ વેઇટ લિફટીંગ સ્પર્ધામાં લવપ્રીત સિંઘે કુલ 388 કિલો વજન ઉંચકીને બીજા સ્થાન પર રહી સિલ્વર મેડલ કબજે કર્યો
હતો. લવપ્રીતે સ્નેચમાં 176 કિલો વજન
ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. બાદમાં કલીન એન્ડ જર્કમાં 212 કિલો વજન ઉપાડયું હતું. આથી
તે ન્યુઝીલેન્ડના ખેલાડી ડેવિડ એન્ડ્રુ પછી બીજા નંબર પર રહ્યો હતો. ડેવિડે કુલ 389 કિલો વજન ઉઠાવ્યું હતું. તેણે
લવપ્રીતથી એક કિલો વજન વધુ ઉઠાવ્યું હતું. આથી ગોલ્ડ મેડલનો હકદાર બન્યો હતો. લવપ્રીત
સિંઘે 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ
મેડલ જીત્યો હતો. તેમાં સુધારો કરી આ વખતે સિલ્વર મેડલ કબજે કર્યો છે.જયારે મહિલાઓની
ચક્ર ફેંક સ્પર્ધામાં ભારતની 27 વર્ષીય એથ્લેટ
સીમા કાલીરામનાએ પ8.6પ મીટરના
થ્રો સાથે કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહી હતી. જમૈકાની એથ્લેટ સામંથા હોલ 61.66 મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક
જીતી હતી જ્યારે કેનેડાની જૂલિયા ટંકસ (60.67)ને રજત ચંદ્રક મળ્યો હતો. વર્ષ 2022માં માતા બન્યા બાદ સીમાએ મેદાનમાં
વાપસી કરી સખત મહેનતથી સફળતા હાંસલ કરી છે. સાથોસાથ તે ફિઝિકલ એજ્યુકેશનમાં પીએચ.ડી.
પણ કરી રહી છે.