• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

વ્રજવાણીમાં દબાણની નોટિસનું મનદુ:ખ રાખી બે યુવાન પર હુમલો

ગાંધીધામ, તા. 31 : રાપરના વ્રજવાણીમાં પંચાયતની જમીન પર દબાણ અંગે નોટિસનું મનદુ:ખ રાખી ત્રણ શખ્સોએ બે યુવાનોને માર માર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વ્રજવાણીમાં રહેનાર ફરિયાદી ઇશ્વર અખઇ ગારિયા અને માદેવા દેવરાજ ગારિયા ગત તા. 29/7ના વોકળામાં બાઇક ધોઇ રહ્યા હતા ત્યારે જયંતી વેરા ચાવડાએ બાઇક બાજુએ રાખવા કહી તમારીવાળી નહીં ચાલે, જમીન ખાલી કરવા નોટિસો અપાવો છો તેવું કહી ગાળાગાળી કરી હતી. બાદમાં વેરા નામેરી તથા મોહન વેરા ચાવડા (મારાજ) ત્યાં આવી જયંતી તથા મોહને ધારિયા, પાવડાના હાથા વડે બંને યુવાનોને માર માર્યો હતો. બાદમાં ફરિયાદી પોતાના ઘર બાજુ જતાં સરપંચના ઘર પાસે પહોંચતાં આ બંને આરોપી તથા વેરા નામેરી ચાવડા (મારાજ), બળદેવ ગંગારામ ચાવડા (મારાજ)એ ત્યાં આવી ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી. ગંગારામ ભૂરા ચાવડા (મારાજ)એ આંગણવાડી-પંચાયત વચ્ચે સરકારી જમીનમાં દબાણ કરી બાંધકામ થતાં તલાટીએ નોટિસ આપી હતી. તલાટીને સરપંચ ગણેશા સામતા ગારિયાએ કાન ભંભેરણી કરી હોવાનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. 

Panchang

dd