બેંગ્લુરુ, તા.31: શ્રીલંકાના પ્રવાસ અગાઉ ટીમ
ઇન્ડિયાને મોટી રાહત મળી છે. ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ફિટ જાહેર થયો છે. બુમરાહે બેંગ્લુરુ સ્થિત બીસીસીઆઇના સેન્ટર
ઓફ એકસીલેંસમાં ફિટનેસ ટેસ્ટ કલીયર કરી લીધી છે. આથી બુમરાહે ઓગસ્ટ મધ્યે શ્રીલંકા
સામે રમાનાર બે મેચની ટેસ્ટ શ્રેણીની ભારતીય ટીમમાં સામેલ થવાની લીલીઝંડી મળી ગઇ છે.
બુમરાહની પસંદગી ફિટનેસના આધારે થઇ હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ
1પ ઓગસ્ટથી અને બીજો ટેસ્ટ 23 ઓગસ્ટથી ગોલ અને કોલંબોમાં
રમાશે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવાની દોડમાં ટકી રહેવા
માટે બાકીના 9 ટેસ્ટમાંથી સાત મેચમાં જીત નોંધાવવી જરૂરી
છે. આથી શ્રીલંકા સામે 2-0ની શ્રેણી
જીત ઘણી મહત્ત્વની છે. સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે બુમરાહ લોર્ડસમાં ઈંગ્લેન્ડ
વિરૂધ્ધની ત્રીજી વન ડે મેચની બહાર થયો હતો.