• મંગળવાર, 16 જૂન, 2026

કન્ટેનર ટ્રેનના વેગનના વ્હીલમાં અસામાન્યતા નજરે પડતા ત્વરીત કાર્યવાહી કરાઈ

ગાંધીધામ, તા. 15 :  ગાંધીધામ રેલવે યોડર્મા ફરજ બજાવતા કર્મચારીને ઉત્કૃષ્ટ કાર્ય, સતર્કતા અને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ મેન ઓફ ધ મંથ સંરક્ષા પુરસ્કાર એનાયત કરાયો હતનળો.ફ રામરાજ મીણાને જનરલ મેનેજર રામાશ્રફ પાંડેના હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. તેઓ ગાંધીધામ યાર્ડમાં એમ.સીએફ. તરીકે કાર્યરત છે અને ગાંધીધામમાંથી પસાર થતી માલગાડીઓ તથા યાત્રી ગાડીઓનું રાલિંગ-ઇન અને રાલિંગ-આઉટ પરીક્ષણનું કાર્ય કરે છે. ગત ચાર એપ્રિલના ફરજ દરમિયાન તેમણે કન્ટેનર  ટ્રેનમાં લોકોથી 11મા ક્રમે આવેલા વેગનના આર.વ્હીલમાં અસામાન્યતા નજરે પડી હતી. તેમણે તાત્કાલિક ટ્રેન મેનેજરને જાણ કરી ગાડીને અટકાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સી.ટી.આર.બી  (કાર્ટ્રિજ ટેપર રોલર બારિંગ) ની ગ્રીસ સીલ ખસી ગઈ હતી. વિસ્તૃત નિરીક્ષણ અને જરૂરી સુરક્ષા પગલાં લીધા બાદ ગાડીને એસ્કોર્ટિંગ તથા ગતિ મર્યાદા સાથે બીજી યાર્ડ સુધી લઈ જવામાં આવી હતી અને સંબંધિત વેગનને વ્હીલ બદલવા માટે સિક લાઇનમાં અલગ કરવામાં આવ્યો હતો. કર્મચારીની સતર્કતા અને ફરજ દરમિયાન કરવામાં આવેલી સૂક્ષ્મ તપાસને કારણે આ ગંભીર ખામી સમયસર શોધી શકાઈ, હતી અને તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી શક્ય બની. હતી. તેમની જાગરૂકતા, દૂરંદેશી અને સમર્પણ રેલવે સેવાના ઉચ્ચ ધોરણો તથા સુરક્ષિત રેલ સંચાલન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

Panchang

dd