• મંગળવાર, 16 જૂન, 2026

ભચાઉમાં જુગાર રમનાર પાંચ મહિલાની ધરપકડ

ગાંધીધામ, તા. 15 : ભચાઉના ટાટાનગરમાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાને પકડી પાડી પોલીસે રોકડ રૂા. 1920 જપ્ત કર્યા હતા. ભચાઉના ટાટાનગરમાં બાનુબેન હિંગોરજાના ઘર પાસેની શેરીમાં અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. અહીં મહિલાઓ પત્તા ટીંચી રહી હતી. દરમ્યાન અચાનક આવેલી પોલીસે અહીંથી બાનુબેન તૈયબ હિંગોરજા, ઉષાબેન કનુ મિરાણીસૂર્યાબા ધર્મેન્દ્રસિંહ સોલંકીરસીદાબેન સુલતાન રાયમા અને ઝવેરબેન અશોક કોળીને ઝડપી પાડયા હતા. પકડાયેલી આ મહિલાઓ પાસેથી ગંજીપાના અને રોકડ રૂા. 1910 જપ્ત કરવામાં આવ્યા હતા.

Panchang

dd