ભુજ, તા. 30 : માધાપરની દીકરી કબડ્ડીની જાણીતી
ખેલાડી વંદના ભુડિયાએ શારીરિક શિક્ષણ વિષયમાં પીએચ.ડી. પૂર્ણ કર્યું છે. સ્વર્ણિમ ગુજરાત
સ્પોર્ટસ યુનિવર્સિટીમાંથી બી.પી.એડ. તથા અમરાવતી (મહારાષ્ટ્ર) ખાતે એમ.પી.એડ.નો અભ્યાસ
પૂર્ણ કર્યો. હાલમાં તેઓ આર્મી પબ્લિક સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા
છે. રાષ્ટ્રીય કક્ષાએ 7 વખત કબડ્ડીમાં
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા વંદનાબેને ગુજરાત વિદ્યાપીઠ, સાદરા ખાતે `વજન તાલીમ અને પ્રેસર તાલીમ દ્વારા કબડ્ડી
રમતના ખેલાડીઓની શારીરિક યોગ્યતા તથા શરીર બંધારણ પર થતી અસરોનો અભ્યાસ' વિષય પર મહાનિબંધ રજૂ કરી પીએચ.ડી.ની સિદ્ધિ
હાંસલ કરી છે. આ સંશોધનકાર્યમાં શારીરિક શિક્ષણ વિદ્યાશાખા, ગુજરાત
વિદ્યાપીઠ, સાદરાના પ્રોફેસર ડો. જગદીશચંદ્ર ગોઠીનું માર્ગદર્શન
પ્રાપ્ત થયું હતું.