સિંગાપોર, તા. 30 (પીટીઆઈ) : સાત્ત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર
ભારતીય જોડીએ શનિવારે અહીં સિંગાપોર ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં શાનદાર દેખાવ કર્યો હતો
અને ટોચના ક્રમાંકિત અને વિશ્વના નંબર-1 કોરિયાના કિમ વોન હો અને સીઓ સ્યુંગ જેઈને સીધી ગેમમાં હરાવીને
ફાઈનલ પ્રવેશ કર્યો હતો. ચોથી ક્રમાંકિત
ભારતીય જોડીએ બાવન મિનિટ સુધી ચાલેલી સેમિફાઇનલ મેચમાં હો અને જેઈની વર્તમાન વિશ્વ
ચેમ્પિયન જોડીને 21-19, 21-18થી હરાવી હતી. ભારતીયો રવિવારે થનારા ફાઇનલ મુકાબલામાં બીજી
સેમિફાઇનલના વિજેતા સામે રમશે. જો કે, ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોના અભિમાનનો અંત આવ્યો હતો. તેઓ મિક્સ્ડ ડબલ્સ
સેમિફાઇનલમાં યુઇચી શિમોગામી અને સયાકા હોબારાની જાપાની જોડી સામે 16-21, 21-17, 13-21થી હારી ગયા.