• રવિવાર, 31 મે, 2026

નીટ બાદ `ક્યુટ'ની પરીક્ષામાં ગરબડ

નવી દિલ્હી, તા. 30 : નીટ, સીબીએસઈ બાદ હવે સીયુઈટી (ક્યુટ) યુજીની પરીક્ષામાં ગરબડથી વિદ્યાર્થી વાલીઓમાં ઉચાટ ફેલાયો હતો. સવારે નવ વાગ્યે શરૂ થવાની હતી, તે પરીક્ષા સવારે 11 વાગ્યે શરૂ થઈ શકી હતી. આ પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ જણાવ્યું હતું કે,, યાંત્રિક ખામીના કારણે વિલંબ થતાં પરીક્ષા કેન્દ્ર છોડીને ચાલ્યા ગયેલા 3765 છાત્ર માટે ફરીથી પરીક્ષા લેવાશે. આ ક્યુટ-યુજી પરીક્ષાની તારીખ અને અન્ય જરૂરી વિગતોની અલગથી ઘોષણા કરાશે, તેવું એનટીએના અધિકારીઓએ જણાવ્યું હતું. દેશના અનેક પરીક્ષા કેન્દ્રો પર સર્વર અને સિસ્ટમમાં આવેલી યાંત્રિક ખામીના કારણે પરીક્ષા સમયસર શરૂ થઈ શકી નહોતી. કેટલાંક કેન્દ્રો પર રાહ જોઈને થાકી ગયેલા પરીક્ષાર્થી છાત્રોએ કહ્યું હતું કે, ચાર કલાક સુધી રાહ જોવડાવ્યા પછી પરીક્ષા રદ તકરી દેવાઈ હતી. કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ (ક્યુટ) એક કોમ્પ્યુટર આધારિત પરીક્ષા છે, જેનું સંચાલન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) કરે છે. એનટીએના અધિકારીઓએ કહ્યું હતું કે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટીએસસી) તરફથી યાંત્રિક ખામીના કારણે પરીક્ષા મોડી પડી. પરીક્ષા આપનાર પ્રત્યેક છાત્રને કોઈ નુકસાન ન થાય તે માટે પૂરતો સમય અપાયો છે તેવું જણાવાયું હતું. દરમ્યાન દિલ્હી વિધાનસભામાં વિપક્ષીનેતા આતિશીએ પરીક્ષામાં આવી ગંભીર ચૂક બદલ દેશના શિક્ષણમંત્રીની ટીકા કરી હતી. 

Panchang

dd