• રવિવાર, 31 મે, 2026

નરા ગૌશાળાની સેવા 12 વર્ષથી અવિરત ચાલુ

દયાપર (તા. લખપત), તા. 30 : લખપત તાલુકાના દુર્ગમ નરા ગામથી બે કિ.મી. નજીક શ્રી મા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 12 વર્ષથી ગૌશાળા કાર્યરત કરાઈ છે અને હાલમાં ચાર જેટલાં ગૌઘર જેમાં ગાયમાતાને તમામ સુવિધા મળે તેવી વ્યવસ્થા સાથે નિર્માણ પામ્યા છે, જેનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. નરા ગૌશાળા વિશે માહિતી આપતાં ભરતભાઈ બારૂએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં ગૌશાળા બની છે. હાલમાં 12 વર્ષ થયા, 400 જેટલા નંદી ગૌશાળામાં છે. દાતાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. ચાર જેટલાં `ગૌઘર' દાતાઓના સહયોગથી બનાવાયા છે. હજુ વધુ ચાર ગૌઘર બનાવવામાં આવશે.  ગૌશાળાના ટ્રસ્ટી હરેશભાઈ આઈયાએ કહ્યંy હતું કે, 800 જેટલા ગૌવંશનું પાલન-પોષણ થાય છે. ટ્રસ્ટી રમેશભાઈ ડી. બારૂએ કહ્યું કે, 300 ગૌવંશથી શરૂઆત કરાઈ હતી. આજુબાજુના વિસ્તારોમાંથી ગાયમાતાને અહીં મોકલે છે, જેમાં નિ:સ્વાર્થ સેવા કરાય છે. દીપકભાઈ રેલોને ગૌમુક્તિધામ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે, ગાયમાતાનું મૃત્યુ થાય ત્યારે જમીનમાં દાહ આપીએ છીએ, તેના માટે ખાસ ગૌમુક્તિધામ બનાવાયું છે. `ગૌઘર'માં પાણીના અવાડા, ઘાસ-ગમાણની વ્યવસ્થા કરાઈ છે. ગૌભક્ત વીર જશરાજદાદાનું મંદિર પણ સંકુલ ખાતે આવેલું છે. 1000 ચકલીઘરની વ્યવસ્થા કરાઈ છે. જુવાર, મકાઈ જેવા ઘાસચારાનું વાવેતર પણ કરાય છે. બે લાખ લિટર પાણીનો ટાંકો પણ બનાવાયો છે. ગૌઘરનું ઉદ્ઘાટન થશે, જેમાં સંતો, મહંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ ચંદન, પૂર્ણિમાબેન બારૂ, ભારતીબેન જોબનપુત્રા, નીતિનભાઈ પાંધી, કીર્તિભાઈ ઠક્કર, સમીરભાઈ પલણ, પ્રેરણા સ્રોત પ્રવીણ મહારાજ, જિજ્ઞેશભાઈ, વિજય ચોથાણી, લહેરી પટારિયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. 

Panchang

dd