પેરિસ, તા. 30 : વિશ્વની પ્રથમ ક્રમાંકિત આર્યના
સબાલેંકાએ શનિવારે દારીઆ કસાટકીનાને 6-0, 7-5થી સજ્જડ હાર આપતાં ફ્રેન્ચ ઓપનમાં ઓસ્ટ્રેલિયાનો પડકાર પૂરો
થઈ ગયો છે. બીજી તરફ જાપાનની નાઓમી ઓસાકાએ અમેરિકી કિશોરી ઈવા જોવિકને 7-6 (7/5), 6-7 (3/7), 6-4થી ત્રીજા
રાઉન્ડમાં પરાજય આપ્યો હતો. જાપાની સ્ટારે સોનેરી જાકિટ સાથે વધુ એકવાર ધ્યાન ખેંચતી
એન્ટ્રી કરી હતી. બે-બે વખત ઓસ્ટ્રેલિયન તેમજ યુએસ ઓપન જીતી ચૂકેલી ઓસાકા આજે મહિલા
સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં જીત બાદ ખુશીભેર ઉછળી પડી હતી. દરમ્યાન કસાટકીનાને હાર
આપનાર સબાલેંકા અંતિમ 16ના દોરમાં
નાઓમી ઓસાકા સામે મુકાબલો રમશે.