• રવિવાર, 31 મે, 2026

કોકેઈનકાંડમાં એનઆઈએ પણ જોડાઈ

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંદરાના દરિયાકાંઠે કરોડોનું કોકેઈન ઝડપાયું હતું. આ મામલની તપાસમાં હવે રાષ્ટ્રીય એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પણ ઝંપલાવ્યું છે. જેને પગલે આ કેસ ફક્ત કોકેઈનની દાણચોરીનો ના રહેતા હવે આંતરરાષ્ટ્રીય નાર્કો સિન્ડિકેટ, વિદેશી કનકેશન અને દેશવ્યાપી સપ્લાય ચેઈનની તપાસ સુધી લંબાવાની પૂરી શક્યતા છે.  મુંદરાના દરિયામાંથી 118.977 કિલોગ્રામ વજન સાથે 115 કોકેઈન પેકેટ સાથે એક શસસ ઝડપાયો હતો. જ્યારે અન્ય એક દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હતો. આ કોરોડનો જથ્થો દિલ્હી ખાતે રહેતા કેલ્વિન ચુકવુઆમા અને બ્યારુહન્ગા જેમ્સને મોકલવાનો હતો.આ સમગ્ર ઓપરેનમાં વિદેશી નાગરિકોની સંડોવણી સામે આવતા કેસની ગંભીરતા વધી છે. આ જથ્થો માત્ર દિલ્હી સુધી પહોંચાડવાનો હતો કે ભારતના અન્ય શહેરોમાં પણ ડ્રગ્સનું નેટવર્ક ફેલાયું છે તેની તપાસ હવે એનઆઈએ દ્વારા કરવામાં આવી શકે છે. કોકેઈન પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય કાર્ટેલ કામ કરે છે કે કેમ અને તેનું ફાંડિંગ તથા ભારતમાં ડિલિવરી નવેટવર્ક કોણ સંભાળી રહ્યું હતું તેવી ગંભીર બાબતો પર એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એનઆઈએ સમગ્ર ડ્રગ્સ નેટવર્કની ચેનલના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરશે જેથી આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસાઓ થવાની સંભાવના રહેલી છે.  

Panchang

dd