• રવિવાર, 31 મે, 2026

ભુજમાં મંગળવારે `કચ્છ શક્તિ', `કચ્છમિત્ર' દ્વારા સ્વ. કારાણી એવોર્ડ

ભુજ, તા. 30 : કચ્છી સાહિત્ય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાનને પોંખવાની પરંપરા ધબકતી રાખતાં કચ્છ શક્તિ અને કચ્છમિત્રના સહિયારા ઉપક્રમે આ વખતે સર્જક પબુ ગઢવી `પુષ્પ'ને સ્વ. દુલેરાય કારાણી એવોર્ડથી સન્માનિત કરાશે. શહેરના કેડીસીસી બેન્ક સભાખંડમાં આગામી મંગળવારની સાંજે ચાર વાગ્યે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષ પદે ઉપસ્થિતિમાં સમારોહ યોજાશે.`કચ્છ શક્તિ'ના હેમરાજ શાહની પ્રેરણાથી સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં અગ્રિમ અખબાર કચ્છમિત્રના સહયોગથી યોજિત સમારોહમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ' સહિત અગ્રણીઓ અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે. દુલેરાય કારાણી પારિતોષિક સમિતિના હેમરાજ શાહ, દીપક માંકડ, ગોરધન પટેલ `કવિ'એ સાહિત્યરસિકોને મંગળવારની સાંજે ચાર વાગ્યા સુધીમાં સમયસર ઉપસ્થિત થવા અપીલ કરી હતી. કાર્યક્રમ સમયસર શરૂ થશે જેની નોંધ લેવા આયોજકોએ જણાવ્યું છે. 

Panchang

dd