નવી દિલ્હી, તા. 13 : ગુજરાત
ટાઇટન્સના મીડીયમ પેસર પ્રસિદ્ધ કૃષ્ણાએ આઇપીએલ-2026 સીઝનમાં પર્પલ કેપ પર કબજો
જમાવ્યો છે. ગઇકાલની મેચમાં તેણે લખનઉ સુપર જાયન્ટસ સામે 4 વિકેટ
ઝડપી હતી અને ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પ્રસિદ્ધ કૃષ્ણાની 4 મેચમાં 10 વિકેટ
થઇ છે. પર્પલ કેપ લીડર બોર્ડ પર બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સનો સ્પિનર રવિ
બિશ્નોઇ 9 વિકેટ સાથે છે. તેની પાસે સનરાઇઝર્સ સામેની મેચ દરમિયાન
પ્રસિદ્ધથી આગળ થવાની તક બની રહેશે. સીએસકેનો બોલર અંશુલ કંબોજ 8 વિકેટ
સાથે ત્રીજા ક્રમે છે. ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર રજત પાટીદાર બીજા સ્થાને પહોંચ્યો
છે. તેના 4 મેચમાં 19પ રન છે. વૈભવ સૂર્યવંશી 4 મેચમાં 200 રન
સાથે ટોચ પર છે. તે આજના મેચમાં કુલ રનમાં વધારો કરી તેનું ટોચનું સ્થાન વધુ મજબૂત
કરી શકે છે. આ સૂચિમાં ત્રીજા નંબર પર સનરાઇઝર્સનો હેનરિક કલાસેન (184) છે.
તેની પાસે પણ તેમાં વધારો કરવાની આજે તક બની રહેશે.