• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

પિતાની બીમારીને લીધે રિન્કુ પરત ફર્યો : ટીમ ઇન્ડિયાને ફટકો

ચેન્નાઇ, તા. 24 : ટી-20 વિશ્વ કપના સુપર-8 રાઉન્ડની ગુરુવારે રમાનારી નિર્ણાયક મેચ પૂર્વે જ રિન્કુસિંહ અલીગઢ પરત ફરતાં ટીમ ઇન્ડિયાને ફટકો પડયો છે. રિંકુ સિંહ ઝિમ્બાબ્વે સામેની મેચમાં રમશે કે કેમ એ હજી સ્પષ્ટ થયું નથી. લગભગ હિસ્સો બની શકશે નહીં. તેના પિતા બીમાર છે અને સ્થિતિ ગંભીર હોવાથી રિંકુ સિંહ અલિગઢ પરત ફર્યો છે. મંગળવારે ચેપોક ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાનું પ્રેક્ટિસ સેશન હતું. જેમાં બધા ખેલાડી હાજર હતા, પણ રિંકુની ગેરહાજરી હતી. રિંકુ સિંહના પિતા બિમાર હોવાથી તે અલિગઢ ગયો છે. તે ગુરૂવારે ઝિમ્બાબ્વે સામે રમાનાર મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તે વિશે કોઇ જાણકારી સામે આવી નથી. દ. આફ્રિકા સામેના સુપર-8 રાઉન્ડના મેચમાં રિંકુ સિંહ ખાતું ખોલાવી શક્યો ન હતો. ભારતે ઝિમ્બાબ્વે સામે મોટી જીત મેળવવી અનિર્વાય છે. 

Panchang

dd