ગઢશીશા (તા. માંડવી), તા. 24 : બ્રહ્મલીન
રામગિરિજી બાપુ તથા બ્રહ્મલીન પારસગિરિજી બાપુની તપોભૂમિ અબડાસા તાલુકાના શિવાલય નાન્દ્રા
બિલેશ્વર મહાદેવ ખાતે મહંત મહિસાગરગિરિજી બાપુની હાજરીમાં શાત્રી કશ્યપભાઇ જોષી (મોટા
ભાડિયાવાળા)ના વ્યાસાસને અને વલ્લભભાઇ જીવરાજ પટેલ (પનારા) તથા કિરીટભાઇ છગનભાઇ પટેલ
(પનારા) મોરબીના મુખ્ય યજમાનપદે તથા ગઢશીશાના માતુશ્રી રંભાબેન નથુગિરિજી ગોસ્વામી
હસ્તે મંજુલાબેન રાજેન્દ્રગિરિ ગોસ્વામીના સહયોગી દાતાથી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો
હતો. સવારે નાન્દ્રા ગામથી અગ્રણી મહેન્દ્રસિંહજી ગોવિંદજી જાડેજાને ત્યાંથી પોથીયાત્રા
નીકળી હતી. મુખ્ય યજમાન પરિવાર તથા સંતો અને કથા સમિતિ તથા ગુરુ ભક્તો દ્વારા દીપ પ્રાગટય
કરાયું હતું. બપોર બાદની કથામાં વક્તા કશ્યપભાઇ જોષીએ ભારતની ભૂમિને યોગની ભૂમિ ગણાવી
કથા શ્રવણને પણ મોટી ભક્તિ ગણાવી હતી અને જે સાંભળે તે જ કીર્તન કહી જીવમાત્રની સેવા
કરે તેમ ઉમેર્યું હતું. કથાના બીજા સત્રમાં દેવુબા,
હંસગિરિજી બાપુ તથા અન્ય સાધુ-સંતોએ હાજરી આપી હતી. આયોજનમાં જેન્તીભાઇ
ગોર, મહેશભાઇ કોઠારી, રાજેન્દ્રગિરિ ગોસ્વામી,
અજિતસિંહ સોઢા, મહેન્દ્રસિંહ જાડેજા, રાણુભા જાડેજા, રાજુભાઇ ઠક્કર, વસંતભાઇ ભાનુશાલી, અતુલભાઇ દવે, હરૂભા જાડેજા, જુવાનસિંહ સોઢા, કિશોરભાઇ દરજી તથા ભક્તો જોડાયા છે. સંચાલન મહેશભાઇ જાડેજાએ કર્યું હતું.