• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

એઆઈ સમિટ પ્રદર્શન : યૂથ કોંગ્રેસ અધ્યક્ષની ધરપકડ

નવી દિલ્હી, તા. 24 : ઇન્ડિયા એઆઇ સમિટ દરમિયાન શર્ટલેસ પ્રદર્શન કરવાના મામલે અદાલત દ્વારા યૂથ કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનુ ચિબને ચાર દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે. એઆઈ સમિટ હંગામા મામલે મંગળવારે સવારે દિલ્હી પોલીસે ઉદય ભાનુની ધરપકડ કરી હતી. આ પ્રદર્શનના બનાવની તપાસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને હવે આગળની તપાસ ઇન્ટર સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ કરશે. દિલ્હી પોલીસે ચિબને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા હતા. બાદમાં તેમને ચાર દિવસની પોલીસ અટકાયતમાં મોકલી દેવાયા હતા. પોલીસે કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ ઉપર સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે ઉદય ભાનુ ચિબને બનાવના માસ્ટર માઇન્ડ ગણાવ્યા હતા. વધુમાં એમ પણ કહ્યું હતું કે, અન્ય આરોપીઓને હિમાચલ, જમ્મુ અને અમેઠીમાંથી પકડવાના છે. આરોપ મૂકવામાં આવ્યો હતો કે, આરોપીઓએ વૈશ્વિક મંચ ઉપર અને તમામ વિદેશી પ્રતિનિધિઓની સામે ભારતની છબીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે. જાણકારી અનુસાર ઉદય ભાનુની અંદાજિત 20 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં ધરપકડ થઈ હતી. તેના ઉપર અપરાધિક સાજિશ અને પોલીસ કર્મચારીઓ સાથે મારામારીનો આરોપ છે.  

Panchang

dd