• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

આદિપુરના વતની અધિકારીની નર્મદા નિગમમાં ડાયરેક્ટર તરીકે વરણી

ગાંધીધામ, તા. 24 : ગાંધીનગર ખાતે ચીફ એન્જિનીયર અને અધિક સચિવ તરીકે ફરજ બજાવતા મૂળ આદિપુરના કચ્છની અધિકારીને સચિવનું પ્રમોશન આપીને નર્મદા નિગમમાં ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાતાં ગાંધીધામ સંકુલમાં આનંદની લાગણી પ્રસરી છે. રાજ્ય સરકાર દ્વારા જારી  કરાયેલા  ઓર્ડરમાં  પંચાયત પ્લાનિંગ અને મોનિટરિંગ વિભાગના ચીફ એન્જિનીયર અને પાણી પુરવઠાના અધિક સચિવ એચ.યુ. કલ્યાણીને   સરદાર સરોવર નિગમમાં  ડાયરેક્ટર સિવિલ તરીકે  નિમણૂક  આપવામાં આવી છે. શ્રી કલ્યાણી ડિસેમ્બર 1997માં  સીધી ભરતી  દ્વારા નર્મદા પ્રભાગમાં ગાંધીધામ ખાતે નિમણૂક પામ્યા હતા અને ચાર વર્ષ સુધી  ગાંધીધામમાં ફરજ બજાવ્યા બાદ  કાર્યપાલક ઈજનેર અને અધીક્ષક ઈજનેર તરીકે સિંચાઈ વિભાગમાં  સેવા આપી હતી અને મુખ્ય ઈજનેર તરીકે ઉત્તર ગુજરાત અને  અધિક સચિવ તરીકે ચાર વર્ષમુખ્ય ઈજનેર સૌરાષ્ટ્ર અને અધિક સચિવ તરીકે  અને મુખ્ય ઈજનેર પંચાયત અને અધિક સચિવ તરીકે કામગીરી કરી છે. 

Panchang

dd