• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

મુંદરામાં મોબાઇલ દ્વારા આંકડો રમાડતા બે જબ્બે : કટિંગ લેનારનું નામ ખુલ્યું

ભુજ, તા. 24 : આજે મુંદરામાં ગ્રાહકો પાસેથી વોટસઅપ મારફત આંક મેળવી વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સ ઝડપાયા હતા. જ્યો કટીંગ લેનાર હાજર મળ્યો ન હતો. મુંદરા પોલીસે બાતમીના આધારે પંચોને સાથે રાખી આજે બપોરે હસનપીર બજાર ચોક પાસે પહોંચતા ત્યાં બે ઇસમ મોબાઇલમાં હરકત કરતા દેખાતા પોલીસે મોબાઇલ ચકાસીને પૂછતાં આરોપી મુરાદ જકરિયા જત અને મુરાદ કાશીમ જત (રહે. મુંદરા)એ જણાવ્યું કે, તેઓ વરલી મટકાનો આંકડો રમાડી રહ્યા છે. ગ્રાહકો પાસેથી વોટસઅપમાં આંક મેળવી ને આંકડા સહ આરોપી કાસમ સુમરા ઉર્ફે કટુ અભુ સુમરા (મુંદરા)ને મોબાઇલમાં મોકલી આપે છે અને ડ્રો ખુલે ત્યારે આંકડો જીતે તેને રૂપિયા આપવાના હોય છે. આ બન્ને આરોપીને પોલીસે રોકડા રૂા. 6790 તથા બે મોબાઇલ કિ. રૂા. 10 હજારના મુદ્માલ સાથે ઝડપી ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd