• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

મહિલા વન ડેમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો છ વિકેટે વિજય

બ્રિસબેન, તા.24 : પ્લેયર ઓફ ધ મેચ બેથ મૂનીના 76 રનની મદદથી ભારત સામેની પ્રથમ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો 6 વિકેટે સરળ વિજય થયો હતો અને 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ 21પ રનનો વિજય લક્ષ્યાંક 70 દડા બાકી રાખીને 38.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌર અને ઉપ કપ્તાન સ્મૃતિ મંધાનાની અર્ધસદી એળે ગઇ હતી. ભારતીય ટીમ 48.3 ઓવરમાં 214 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં સ્મૃતિના 68 દડામાં 7 ચોગ્ગાથી પ8 અને હરમનપ્રિતના 84 દડામાં 3 ચોગ્ગાથી પ3 રન મુખ્ય હતા. 8મા ક્રમની કેશવી ગૌતમે 44 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 43 રનની ઝડપી ઇનિંગ રમી હતી. વાપસી કરનાર પ્રતિકા રાવલ ઝીરોમાં, શેફાલી 4 અને જેમિમા 8 રને આઉટ થઇ હતી. ઋચા ઘોષે 23 રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લી ગાર્ડનરે 3 અને મેગન શૂટે 2 વિકેટ લીધી હતી. 21પ રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ઓસિ. મહિલા ટીમ તરફથી કપ્તાન એલિસા હિલીએ પ0, ફીબી લિચફિલ્ડે 32, બેથ મૂનીએ 79 દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી 76 રન કર્યા હતા. એનાબેલ સદરલેન્ડ 48 રને નોટઆઉટ રહી હતી. આથી કાંગારૂ ટીમે 4 વિકેટે 217 રન કરી જીત મેળવી હતી. શ્રી ચારણીને 2 વિકેટ મળી હતી. 

Panchang

dd