ગાંધીધામ, તા. 24 : રાપરના બેલા હનુમાનવાંઢમાં
રહેનાર સામતા વિહા ઢગલ (રબારી) નામના શખ્સ વિરુદ્ધ આઠેક માસ પહેલાં માદક પદાર્થ અંગે
રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આઠ માસથી આ શખ્સ સ્થાનિક પોલીસના હાથમાં આવતો ન
હતો. દરમ્યાનબાલાસર પોલીસે આ શખ્સને દબોચી લીધો હતો.