ભુજ, તા. 24 : ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ
ફોરમના કચ્છ ઝોનના ઉપપ્રમુખ પદે અત્રેના સિનિયર ધારાશાત્રી અવનિશ જે. ઠક્કરની સર્વાનુમતે
વરણી કરાઈ છે. ગુજરાતભરના રઘુવંશી લોહાણા સમાજને એકસૂત્રતાના તાંતણે બાંધવા માટે વીરપુર
ખાતે મળેલી અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્યસભા તેમજ પ્રદેશ સંમેલનમાં સર્વાનુમતે
થયેલા નિર્ણય મુજબ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના નવા હોદ્દેદારોની વરણી ફોરમના
પ્રદેશ પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા કરવામાં આવી હતી. પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું હતું
કે, પ્રાદેશિક ઐતિહાસિક સંમેલનમાં તેઓને સોંપાયેલી
જવાબદારીને ન્યાય આપવા તેઓ કાર્યરત રહેશે. આ પ્રસંગે નવા વરાયેલા હોદ્દેદારોની વરણી
દરમ્યાન ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના કચ્છ ઝોનના ઉપપ્રમુખ પદે સિનિયર ધારાશાત્રી
અવનિશ જે. ઠક્કરની સર્વાનુમતે વરણી કરાઈ હતી. શ્રી ઠક્કર હાલે ભુજ ડેવલોપમેન્ટ કાઉન્સિલના
પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. અગાઉ રોટરી કલબ ઓફ ભુજના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકયા
છે તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે કાર્યરત રહીને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા
છે.