• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

સિંધુ અને શ્રીકાંત ઇન્ડોનેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં

જાકાર્તા, તા.21 : ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રારંભિક દિવસે ભારતના બે અનુભવી ખેલાડી પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંત પહેલા રાઉન્ડમાં વિજય પ્રાપ્ત કરી આગળ વધ્યા છે. પીવી સિંધુએ જાપાની ખેલાડી મનામી સુઇજુને 22-20 અને 21-18થી હાર આપી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જયારે મેન્સ સિંગલ્સમાં કે. શ્રીકાંતે 22મા નંબરના ખેલાડી કોકી વતનાબેને રસાકસી બાદ 21-1, 21-23 અને 24-22થી હાર આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ મુકાબલો 1 કલાક અને 12 મિનિટ સુધી ચાલ્યો હતો. ભારતના અન્ય બે ખેલાડી કિરણ જોર્જ અને આકર્ષી કશ્યપ પહેલા રાઉન્ડની હાર સાથે ઇન્ડોનેશિયા ઓપનની બહાર થયા હતા. મિકસ ડબલ્સમાં ભારતીય જોડી ધ્રુવ કપિલા-તનિષા ક્રાસ્ટોના પરાજય થયા હતા.  

Panchang

dd