અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : આગામી
26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિને કુલ 43 અધિકારી સભ્યોની લાંબી, પ્રશંસનીય સેવા બદલ તેમને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીના
ચંદ્રકો એનાયત કરવામાં આવશે, જેમાં કચ્છમાંથી બોર્ડરાવિંગ બટાલિયન-2ના ત્રણ જવાનને દીર્ઘકાલિન સેવાઓ બદલ સન્માનાશે.
આ પસંદ કરાયેલા હોમગાર્ડ્ઝ-બોર્ડાવિંગ, હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળના અધિકારી
સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં 25 હોમગાર્ડઝ, ત્રણ બોર્ડરાવિંગ હોમગાર્ડઝ, 5ાંચ નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામરક્ષક દળ-સાગર રક્ષક દળના
અધિકારી-સભ્યોનો સમાવેશ થાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જોઇએ, તો ગ્રામરક્ષક દળ-સાગર રક્ષક દળના ગીર સોમનાથના
વજીરભાઈ ઉમરભાઈ બલોચ, હોમગાર્ડ્ઝમાં અમરેલીના હરેશભાઈ પુંજભાઇ
ખાચર, પોરબંદરના રાજેન્દ્રાસિંહ ભિખુભા જેઠવા, જયદીપાસિંહ દિલુભા જાડેજા, રાજકોટના સંજયભાઈ જેઠાભાઈ
બારૈયા, અમરેલીના જિતેન્દ્ર મનજીભાઈ બોરીચા, જિલ્લા કમાન્ડન્ટમાં ભિખુભાઈ સુરિંગભાઇ સાભાડ, સિનિયર
પ્લાટૂન કમાન્ડરમાં જામનગરના સંદિપ લલિતભાઈ દાઉદિયા, અમરેલીના
રાજેશભાઈ કાનજીભાઈ ચૌહાણ, પોરબંદરના નિખિલ જયેન્દ્રકુમાર લુક્કા,
બોર્ડરાવિંગ હોમગાર્ડઝમાં ભુજ-કચ્છના કલજી દેસળજી સોઢા, સતીદાન મહાદાનાસિંહ સોઢા, કરસન નામેરી ગરવા, ગ્રામરક્ષક દળમાં બોટાદના રમણીકભાઈ ઠાકરશીભાઈ ચોહાણ, સવશીભાઈ નાનજીભાઈ બાવળિયા, લાખાભાઈ તેજાભાઈ રાઠોડ,
સુરેદ્ગનરના પ્રેમજીભાઈ ધનજીભાઈ છાંસિયા, ગીર સોમનાથના
દેવાભાઇ અરજણભાઇ વાઘેલાની પસંદગી કરવામાં આવી છે.