• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ઓસ્ટ્રેલિયન ઓપનમાં સબાલેંકા અને અલ્કરાજ ત્રીજા દૌરમાં : રાડુકાનુ આઉટ

મેલબોર્ન, તા.21: વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા અને પુરુષ વિભાગના નંબર વન ખેલાડી આર્યના સબાલેંકા અને કાર્લોસ અલ્કરાઝે આગેકૂચ કરી છે. બીજી તરફ બ્રિટનની યુવા ખેલાડી એમ્મા રાડુકાનો અપસેટનો શિકાબ બની ટૂર્નામેન્ટની બહાર થઈ છે. સ્પેનના નંબર વન ખેલાડી કાલોસ અલ્કારાઝનો બીજા રાઉન્ડમાં જર્મન ખેલાડી યાનિક હાનફમાન વિરુદ્ધ 7-6, 6-3 અને 6-2થી વિજય થયો હતો અને ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી જ્યારે મહિલા વિભાગમાં બેલારૂસની નંબર વન ખેલાડી આર્યના સબાલેંકાએ બીજા રાઉન્ડમાં ચીનની બિનક્રમાંકિત ખેલાડી ઝુઓશુઆનને 6-3 અને 6-1થી હાર આપી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મહિલા વિભાગના આજની અન્ય એક મેચમાં બ્રિટનની યુવા ખેલાડી એમ્મા રાડુકાનો ઉલટફેરનો શિકાર બની હતી. તે બીજા રાઉન્ડમાં રૂસી ખેલાડી અનાસ્તાસિયા પોટાપોવા સામે 6-7 અને 2-6થી હારીને બહાર થઈ હતી. 12 ક્રમની યૂક્રેનની એલિના સ્વિતોલિના પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે. આ ઉપરાંત અમેરિકી યુવા ખેલાડી અને વિશ્વ નંબર 3 કોકો ગોફ સર્બિયન ખેલાડી ઓલ્ગા ડેનેલોવિચ વિરુદ્ધ 6-2 અને 6-2થી જીત મેળવી ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે.મેન્સ સિંગલ્સમાં 11મા નંબરના રશિયન ખેલાડી દાનિલ મેદવેદેવનો બીજો રાઉન્ડમાં ફ્રાંસના ખેલાડી કવેટિંલ હાલિસ વિરુદ્ધ 6-7, 6-3, 6-4 અને 6-2થી વિજય થયો હતો.મેન્સ ડબલ્સમાં ભારતનો યૂકી ભાંબરી અને તેના સાથીદાર સ્વીડનના આંદ્રે ગોરાનસને પહેલા રાઉન્ડમાં ફ્રાંસની જોડી સામે 6-3 અને 6-4થી જીત મેળવી બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. 

Panchang

dd