અંજાર, તા. 16 : તાજેતરમાં નેપાળમાં ઈન્ડો-નેપાળ
સ્પોર્ટસ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં વિવિધ હરીફાઈમાં અંજારના રમતવીરો ઝળકયા હતા. કરાટે હરીફાઈમાં અન્ડર-11માં યાત્રી ધર્મેશભાઈ ઠક્કર, હેઝલ રાજીવભાઈ રાવ, રિતિકા
રામુકુમાર યાદવએ સુર્વણચંદ્રક, જૈનીશ ચંપકલાલ
આહીરે રંજત ચંદ્રક, અન્ડર-14માં ધૈર્ય જતિનભાઈ પારેખ, સોહમ રાકેશભાઈ બુદ્ધભટ્ટીએ સુર્વણ અને એંજલ બલરામ મહેશ્વરી, નંદની
વિરમભાઈ છાંગાએ રજત તેમજ અન્ડર-17માં શ્લોક સંજયભાઈ ઠક્કર, અંશુલ રવિશંકરભાઈ ગીરીએ સુર્વણ ચંદ્રક પોતાનાં નામે કર્યા હતા. બેડમિન્ટન હરીફાઈમાં
અન્ડર-14માં દક્ષ
મોહનભાઈ ગુજરિયા, જ્યોત વિપુલભાઈ
ઠક્કર તથા વોલીબોલમાં જ્યોત વિપુલભાઈ ઠક્કરે
સુર્વણ ચંદ્રક અને ક્રિકેટમાં અન્ડર-17માં યશરાજસિંહ ગિરિરાજસિંહ ઝાલા અને ધર્મરાજસિંહ
પ્રદીપસિંહ ઝાલાએ રજત ચંદ્રક મેળવી સિદ્ધિ મેળવી હતી. કોચ પલ્લવીબેન સાગરભાઈ રાજપૂતે ખેલાડીઓની સિદ્ધિને બિરદાવી હતી.
વિજેતા ખેલાડીઓ અંજાર આવતાં રેલવ સ્ટેશન ખાતે તેમનું ઉષ્માભેર સ્વાગત - સન્માન કરવામાં આવ્યું હતું. અંજાર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ
હાજર રહીને રમતવીરોને બિરાદજી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી.