મુંબઇ, તા. 16 : રાધા યાદવ (66) અને રિયા ઘોષ (44)ની 105 રનની પ્રભાવશાળી ભાગીદારીના
બળે ગુજરાત જાયન્ટસને 32 રને હરાવી
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વિજયકૂચ જારી રાખી હતી. શ્રેયાંકા પાટીલે પાંચ વિકેટ ખેરવીને
તરખાટ મચાવતાં આ જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. બેંગલોરે આપેલા 183 રનના લક્ષ્ય સામે ગુજરાત 150 રનમાં સમેટાઇ ગઇ હતી. જાયન્ટસ
વતી ભારતી ફૂલમાલીએ 20 દડામાં ત્રણ
ચોગ્ગા-ત્રણ છગ્ગા સાથે 39 રન કર્યા
હતા. બેથ મુનીએ 14 દડામાં ચાર
ચોગ્ગા, એક છગ્ગા સાથે 27 રન કર્યા હતા. સુકાની એસ્લે
માર્ડનરે માત્ર ત્રણ રને વિકેટ ખોઇ દીધી હતી. મહિલા પ્રીમિયર લીગની ચાલુ સિઝનમાં બંને
ટીમ વચ્ચે આજે પહેલીવાર મુકાબલો થયો હતો. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાધા યાદવ
(66) અને રિચા ઘોષ (44)ની પાંચમી વિકેટ માટે 66 દડામાં 105 રનની સંગીન ભાગીદારીનાં બળે
સાત વિકેટે 182 રન કર્યા હતા. માત્ર 43 રનમાં ચાર વિકેટ પડી જતાં સંઘર્ષ
કરી રહેલી બેંગલોર ટીમને સન્માજનક સ્કોર સુધી દોરી જતાં રાધાએ 47 દડામાં છ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 66 રન ઝૂડી દીધા હતા. સામો છેડો
સાચવીને ફાંકડી ફટકાબાજી કરતાં રિચાએ માત્ર 28 દડામાં ચાર ચોગ્ગા, બે છગ્ગા સાથે 44 રન રન કર્યા
હતા. દડામાં ગાર્ડનરને કેચ આપી બેસતાં રિચા છ રન માટે અર્ધસદી ચૂકી હતી. નદીન ક્લર્કે
દાવના અંતિમ ચરણમાં 12 દડામાં બે
ચોગ્ગા, બે છગ્ગા સાથે ગતિભેર 26 રન ઉમેર્યા હતા.